દિલ્હી સ્ટેટ કેન્સર ઇન્સ્ટીટ્યુટના નર્સિંગ સ્ટાફના બે સભ્યોને કોરોના પોઝિટિવ

Update: 2020-04-03 10:28 GMT

રાજધાનીમાં ડૉકટર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ પર કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. દિલ્હી સ્ટેટ કેન્સર ઇન્સ્ટીટ્યુટના 2 નર્સિંગ ઓફિસરને કોરોના પોઝિટિવ આવ્યો છે.

બે દિવસ પહેલા આ ઇન્સ્ટીટ્યુટના એક ડૉકટરને કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો, હવે આ બે નર્સિંગ સ્ટાફમાં પણ કોરોનાના સંક્રમણની પુષ્ટિ થઇ છે.

કુલ 19 લોકોમાંથી આ બે નર્સિંગ સ્ટાફને કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા અન્ય લોકોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને તપાસ કરાઇ રહી છે.

દિલ્હીમાં ડૉકટર્સની વચ્ચે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એમ્સના એક ડૉકટનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એટલું જ નહીં એમ્સના ફિઝિયોર્લોજી વિભાગના તે રેસિડેન્ટ ડૉકટના ભાઇ અને ગર્ભવતી પત્નીનો પણ કોરોના પોઝિટીવ આવ્યો હતો. એક ખાનગી હોસ્પિટલના ડૉકટરને પણ કોરોના સંક્રમણ મળ્યું હતું. આ તમામ લોકોના સંપર્કમાં આવનારા લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

Similar News