બિગ બોસના વિજેતા અને જાણીતા ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે નિધન

Update: 2021-09-02 06:24 GMT

40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા 'બિગ બોસ 13'ને કારણે લોકપ્રિય થયો હતો. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે, ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહીં.સિધ્ધાર્થની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા જો કે હ્રદય રોગનો હુમલો આવતા નિધન થયું હતું.

જાણીતા ટીવી એક્ટરના નિધનના કારણે ફિલ્મ જગતમાં શોકનો માહોલ છવાયો છે 12 ડિસેમ્બર 1980 ના રોજ મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. 2004 માં, તેણે ટીવીમાં અભિનયની શરૂઆત કરી. 2008 માં, તે ટીવી સિરિયલ બાબુલ કા આંગણ છોટે નામાં દેખાયો હતો, પરંતુ તેની સાચી ઓળખ સિરિયલ બાલિકા વધુથી બની હતી જે તેને ઘરે ઘરે લઈ ગઈ.

Tags:    

Similar News