બોલિવૂડને ગણી સુપરહિટ ફિલ્મ આપી ચૂકેલા ડાયરેક્ટર સંગીત સિવાનનું નિધન

Update: 2024-05-09 03:38 GMT

બોલિવૂડને ગણી સુપરહિટ ફિલ્મ આપી ચૂકેલા ડાયરેક્ટર સંગીત સિવાનનું બુધવારે નિધન થઇ ગયું છે. સંગીત સિવાનના નિધન પર બોલિવૂડના સ્ટાર્સે શોક પ્રગટ કર્યો છે. સંગીત સિવનની ઉમર માત્ર 65 વર્ષ જ હતી. હજુ સુધી તેમના મૃત્યુનું કારણ સામે આવ્યું નથી.

ડાયરેક્ટર સિવાનના નિધન પર બોલિવૂડ સહિત ફિલ્મી સિતારાઓ એમને શ્રદ્ધાંજલિ અર્પી છે. સંગીત સિવાને બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ‘ક્યાં કૂલ હે હમ’ અને અપના સપના મની મની’ જેવી કોમેડી ફિલ્મો પર સિવાને બનાવી હતી. હવે સિવાનના નિધનથી સમગ્ર ફિલ્મ જગત શોક છવાઈ ગયો છે. બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે એમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

રિતેશ દેશમુખે પોતાના સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી એક ભાવુક નોટ લખી છે. જેમાં રિતેશે લખ્યું છે, ‘સંગીત સિવાન સર હવે નથી રહ્યા, આ ખબરે અંદર સુધી દુઃખી કરી દીધો છે.

Tags:    

Similar News