આખરે 'OMG-2'ને સેન્સર બોર્ડ તરફથી મળી લીલી ઝંડી, 27 ફેરફારો સહિત 'A' સર્ટિફિકેટ સાથે થશે રિલીઝ....

Update: 2023-08-01 09:07 GMT

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'OMG 2' ને સેન્સર બોર્ડ દ્વારા A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જોકે બોર્ડે ફિલ્મમાં કોઈ કટ લગાવ્યા નથી, પરંતુ ફિલ્મમાં 25 ફેરફારો ચોક્કસપણે સૂચવ્યા છે. આ ફેરફારોમાં સૌથી મોટો ફેરફાર એ છે કે ફિલ્મમાં અક્ષયને શિવ તરીકે નહીં પરંતુ શિવભક્ત તરીકે દર્શાવવો જોઈએ. સોમવારે એક દિવસ પહેલાં સેન્સર બોર્ડે ફિલ્મના ટ્રેલરને UA સર્ટિફિકેટ આપ્યું હતું. આ સાથે હવે ટ્રેલર અને ફિલ્મ બંનેની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે.

બોર્ડે આ ફેરફારો કરવા માટે સૂચનો આપ્યા હતા

· અક્ષય કુમારના પાત્રને ભગવાન શિવ તરીકે નહીં પરંતુ શિવના ભક્ત તરીકે રજૂ કરવું જોઈએ.

· સ્ક્રીન પરના તમામ અશ્લીલ અને નગ્ન સીન દૂર કરવા જોઈએ. જેમાં નાગા સાધુઓના વિઝ્યુઅલ પણ સામેલ છે.

· શાળાનું નામ બદલીને સવોદય કરવું જોઈએ.

· શિવજીના લિંગ, અશ્લીલતા, શ્રી ભગવદ ગીતા, અથર્વવેદ, ગોપીઓ અને રાસલીલા સહિતના બીજા ઘણા શબ્દો કાઢી નાખવા જોઈએ.

· ઘણા ડાયલોગ્સ પણ બદલવા જોઈએ.

· જે પણ કલાકાર ભગવાન કે તેના ભક્તનું પાત્ર ભજવે છે, તેમને સ્નાન કરતા દર્શાવતું દ્રશ્ય દૂર કરવું જોઈએ.

· કોર્ટમાં જજ સેલ્ફી લેતા હોય તે દ્રશ્ય બદલવું જોઈએ.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ ફિલ્મમાં બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા 25માંથી 14 ફેરફાર કરવા માટે સંમત થયા છે. જો કે, જો નિર્માતાઓ બાકીના ફેરફારો કરવા માગતા નથી, તો નિર્માતાઓએ આ માટે બોર્ડને પણ સમજાવવું પડશે.

Tags:    

Similar News