ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર હરીશ શાહનું નિધન

Update: 2020-07-07 09:36 GMT

છેલ્લાં 40 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર હરીશ શાહનું આજ રોજ નિધન થયું. હરીશ શાહ 76 વર્ષના હતાં અને તેમને ગળાનું કેન્સર હતું. તેમણે કેન્સરનો સામનો કરતાં લોકોની વાત લઈને એક શોર્ટ ફિલ્મ ‘Why Me’ પણ બનાવી હતી. આ ફિલ્મને પ્રેસિડન્ટ અવોર્ડ મળ્યો હતો. હરીશ શાહના અંતિમ સંસ્કાર બપોરે એક વાગે મુંબઈના પવનહંસ સ્મશાનમાં કરવામાં આવ્યા.

https://twitter.com/HarishShah07/status/1209156424414183425

હરીશ શાહે ‘દિલ ઔર મોહબ્બત’, ‘મેરે જીવન સાથી’, ‘કાલા સોના’, ‘ધન દૌલત’, ‘રામ તેરે કિતને નામ’, ‘હોટલ’, ‘જાલઃ ધ ટ્રેપ’, ‘અબ ઈન્સાફ હોગા’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી અને પ્રોડ્યૂસ પણ કરી હતી. વર્ષ 2003માં સની દેઓલને લઈને બનાવવામાં આવેલી ફિલ્મ ‘જાલઃ ધ ટ્રેપ’હરીશ શાહ ની પ્રોડ્યૂસ તરીકેની અંતિમ ફિલ્મ હતી. હરીશ શાહના ભાઈ વિનોદના મતે, તેઓ છેલ્લાં 10 વર્ષથી કેન્સરની સારવાર કરાવતા હતાં. આ જ કારણે તેમણે કેન્સર દર્દીઓ પર એક શોર્ટ ફિલ્મ બનાવી હતી.

https://twitter.com/HarishShah07/status/894041073462501377

Similar News