ગોંડલ: મોવિયા ગોવિંદનગરમાં પિતાએજ કરી પુત્રની હત્યા...જાણો કેમ?

Update: 2020-01-05 11:27 GMT

પિતાએ લોખંડના સળીયા જેવા હથિયારનો ઘા મારતા પુત્રનું મોત

ગોંડલ તાલુકાના

મોવિયા ગોવિંદનગરમાં ગતરાત્રીના પિતા-પુત્ર વચ્ચે ઝગડામાં પિતાના હાથે પુત્રની

હત્યા થતાં તાલુકા પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

ગોંડલના મોવિયા

ગોવિંદનગરમાં રહેતા અને ખેત મજૂરી સાથે ગોંડલ એટલાસ ઓઇલ મિલમાં વોચમેન તરીકે કામ

કરતા કેશુભાઈ ચાંગેલા અને તેના યુવાન પુત્ર નિતેશ (ઉંમર વર્ષ 40) વચ્ચે શનિવારની રાત્રે પૈસા બાબતે ઝઘડો

સર્જાતા ક્રોધે ભરાયેલ કેશુભાઇએ લોખંડના પાઇપ જેવા હથિયારનો ઘા નિતેશને માથા પર

મારી દેતા તેનું ઘટના સ્થળે જ ઢીમ ઢળી જવા પામ્યું હતું.

પુત્રની હત્યા

કર્યા બાદ કેશુભાઈ દ્વારા જ તાલુકા પોલીસને જાણ કરાતા પીએસઆઇ અજયસિંહ જાડેજા પોલીસ

કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.આ ઘટના અંગે

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કેશુભાઈ માત્ર રૂપિયા ૬ હજારના પગારમાં વોચમેનની

નોકરી કરવાની સાથે વાર્ષિક ખેતીની દોઢ લાખની આવકમાં પોતાનું અને પોતાના પુત્રનું

ઘર ચલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી નિતેશ કોઈ નશાના રવાડે ચડ્યો હોય અવાર નવાર

પૈસા બાબતે પિતા સાથે ઝઘડો કરતો હતો અને ગત રાત્રીના આ ઝઘડામાં પિતાના હાથે

પુત્રની હત્યા થવા પામી હતી.

આ ઘટનામાં મરણ

જનાર નિતેશને સંતાનમાં બે પુત્રો છે.આ ઘટના સમયે તેના પત્ની અને બંને પુત્રો ઉપરના

રૂમમાં હતા જ્યારે પિતા પુત્ર વચ્ચે નીચેના રૂમમાં ઝઘડો થયો હતો અને ત્યાં જ હત્યા

નીપજી હતી.

Similar News