અમરેલી: સાંસદ નારણ કાછડિયાએ કહ્યું કોંગ્રેસે હંફાવ્યા તો જેની ઠુમ્મરે કહ્યું હાથના કર્યા હૈયે વાગ્યા

ચૂંટણી પૂર્ણ થતાં જ નારણ કાછડિયાએ ફરી પોતાની નારાજગી વ્યક્ત કરી

Update: 2024-05-10 12:40 GMT

અમરેલી લોકસભા બેઠક પર સતત ત્રણ ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડિયાની 2024માં ટિકિટ કપાતા ચૂંટણી પહેલાં જ નારાજ થયા હતા. જો કે, ભાજપે જે તે સમયે તો ગમેતેમ કરી ડેમેજ કંટ્રોલ કરી ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાની ચિત્ર ઊભું કર્યું હતું. પરંતુ, ચૂંટણી પૂર્ણ થતાં જ નારણ કાછડિયાએ ફરી પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, પાર્ટીએ જે સિલેકશન કર્યું છે તે અમરેલીની 23 લાખની વસતી અને સાડા સત્તર લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. કહ્યું જે થેંક્યુ ન બોલી શકે એવી વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી. આ સિવય પણ કાછડિયાએ ભાજપના કાર્યક્રમમાં ટ્વેન્ટી ટ્વેન્ટી અંદાજમાં પોતાની જ પાર્ટીને ઘેરી હતી.

અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે કાછડીયાના નિવેદન બાદ તેમને અભિનંદન પાઠવ્યા હતા. કહ્યું હતું કે, હું ભાજપના પૂર્વ સાંસદને હ્રદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છે. કારણ કે તે લોકોની સામે સત્ય લાવ્યા કે, ભાજપની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે? હાથના કર્યા હૈયે વાગે છે

Tags:    

Similar News