ગીર સોમનાથ : પાકીટ ઝૂંટવી રૂપિયા વાપરી નાખતા મિત્રની મિત્રએ જ કરી હત્યા, હત્યારો મિત્ર પોલીસ ગિરફ્તમાં...

તાલાલાના જશાપુર ગામે થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્રએ તેના જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું.

Update: 2023-07-06 11:29 GMT

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જશાપુર ગામે થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં મિત્રને તેના જ મિત્રએ મોતને ઘાટ ઉતારતાં પોલીસે ધોરાજી રહેતા હત્યારા મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના શીરવાણ ગામે રહેતા અકરમ ઉર્ફે સુસો મકરાનીનો જશાપર ગામે હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જશાપર ગામે સ્મશાનગૃહમાં અગ્નિદાહના ખાટલા પાસે જ લોહીથી લથબથ મૃતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ થતાં તાલાલા પોલીસ તુરત ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં તપાસનો ધમધમાટ હાથ ધરતા મૃતક યુવક અકરમ ઉર્ફે સુસો મકરાની હોવાનું જાણવા મળ્યું હતું.

જેને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા નિપજાવ્યાની પ્રાથમિક વિગત બાદ પોલીસે અજાણ્યા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, યુવકની હત્યા ગ્રામ્ય વિસ્તારના સ્મશાન જેવી સુમસામ જગ્યામાં થતાં ટેક્નિકલ સર્વેલન્સ પૂરતું મળ્યું ન હતું. પરંતુ પોલીસ દ્વારા હ્યુમન રીસોર્સના આધારે 18 જેટલા શકમંદોની પૂછપરછ હાથ ધારા હતી. જેમાં મૂળ ધોરાજીનો અને જૂનાગઢમાં કડિયા કામ કરતો તેમજ ગુન્હાહિત રેકર્ડ ધરાવતા રાકેશ ચૌહાણ કે, જે મૃતક અકરમનો મિત્ર હતો.

પોલીસની આકરી પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને પોતે જ અકરમની હત્યા કર્યા હોવાની કબુલાત આપી હતી. હત્યાના કારણ અંગે પોલીસે પૂછપરછ કરતાં આરોપી રાકેશનું મૃતક અકરમે પાકીટ ઝૂંટવી તેમાંથી રૂપિયા લઈને વાપરી નાખ્યા હતા. જે બાબતની રીસ રાખી હત્યાને અંજામ આપ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી, ત્યારે હાલ તો પોલીસે આરોપી રાકેશ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News