21મી માર્ચ સંપાત દિન,દિવસ અને રાત બંને સરખા.

Update: 2016-03-21 07:30 GMT

21મી માર્ચે વિરલ ખગોળીય ઘટના બને છે.કારણ કે વૈજ્ઞાનિક રીતે સૂર્ય નો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એક બીજાને છેદે છે.જેને સંપાત પણ કહેવામાં આવે છે.દિવસ રાતની લંબાઈ ચંદ્રની દિશા,સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર આધારિત હોવાથી સતત બદલાતા રહે છે.ખગોળીય ઘટના ના આ દિવસે દિવસ અને રાત સરખા હોય છે.

21મી માર્ચ વસંત સંપાત દિવસ તરીકે ઓળખાતા આ દિન બાદ સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધ ની દિવસની લંબાઈ વધતી જાય છે.અને રાત ટૂંકી થતી જાય છે.જેના કારણે 22મી માર્ચ થી દિવસ લાંબો થતો જાય છે.અને 21મી જુને વર્ષનો લાંબામાં લાંબો દિવસ હોય છે.

Similar News