ગુજરાતનું નવુ નજરાણુ “ટાઇગર સફારી”

Update: 2016-03-08 07:42 GMT

મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જીલ્લામાં ઘણા સમય પહેલા શુલ્પાનેશ્વર અભયારણ્યમાં વાઘની વસ્તી જોવા મળતી હતી પરંતુ જંગલ વિસ્તાર ઘટતા આ વન્યજીવ જીલ્લામાંથી લુપ્ત થવા લાગ્યા છે જોકે પ્રવાસન ધામ તરીકે વિકસતા આ જીલ્લામાં હાલ નર્મદા બંધ અને આ બંધ થાળની નજીકજ દુનિયાની સહુથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહ્યું છે ત્યારે આ નર્મદા જીલ્લામાં પ્રવાસન ક્ષેત્રને હજી પણ વેગ મળે તે હેતુથી નર્મદાના ગરુડેશ્વરથી કેવડિયા નર્મદા બંધ સ્થળની વચ્ચે ટાઈગર સફારી બનાવી પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરવા ગુજરાત સરકાર અને વન વિભાગ પ્રયત્નશીલ છે નર્મદા જીલ્લો ૧૨00 ચોરસ કિલોમીટર નો વિસ્તાર છે અને ગીચ જંગલોથી ભરપુર ૬00 ચોરસ કિલોમીટર

વિસ્તાર શુલ્પાનેશ્વર અભયારણ્ય વિસ્તાર છે ખાસ કરીને જીલ્લો મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સાથે જોડાયેલો હોવાથી અહી વાઘ ની વસ્તી હતી તથા ૧૯૯૮ સુધી આ જીલ્લ્લામાં વાઘ જોવામાં આવ્યા હતા છેલ્લે ૧૯૯૨ની ગણતરીમાં અહી વાઘ હતા તેવું અમારી ગણતરીમાં છે અને આનાથીજ પ્રેરાઈને અમે નર્મદા જીલ્લાના પ્રવાસન વિભાગ ને વેગ મળે તે હેતુ થી નર્મદા ડેમ અને ગરુડેશ્વર ની વચ્ચે એક ટાઈગર સફારી બનાવવાનું આયોજન છે અને આ માટે સરકાર માં રજૂઆત થઇ ગઈ છે અને આનાથી અહીના લોકોને રોજગારી પ્રાપ્ત થવા ઉપરાંત અહીના ઇકો ટુરીઝમ પોઈન્ટ નો પણ વિકાસ થશે સરકાર તરફથી આ કામ કરવાની પરવાનગી મળતાજ અહી ટાઈગર સફારી બનાવવામાં આવશે તેમ નર્મદા જીલ્લા મુખ્ય વન અધિકારી ડો.સંદીપ કુમારે જણાવ્યું હતું જયારે આ વાત ને જીલ્લા પંચાયત નર્મદા ના બાંધકામ સમિતિ ના અધ્યક્ષ દિનેશભાઈ તડવીએ પણ વધાવી ને આ ટાઈગર સફારી બનવાથી આ જીલ્લાના પ્રવાસન ક્ષેત્ર ના વિકાસ ની સાથે અહીના આદિવાસીઓને રોજગારી મળશે તે અંગે ખુસી વ્યક્ત કરી હતી.

Similar News