હાંસોટઃ HPકંપનીના ટેન્કરમાંથી પેટ્રોલની ચોરી કરતા ડ્રાઈવર-ક્લિનર ઝડપાયા

Update: 2018-08-14 12:21 GMT

હાંસોટ પોલીસને જોતાં જ ચોરીનું પેટ્રોલ લેવા આવેલા રાયમાં ગામના 2 ઈસમો ફરાર થઈ ગયા

હાંસોટના રાયમાગામ ખાતે એચ.પી. કંપની ટેન્કર માંથી પેટ્રોલ ચોરાતા ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા હતા. હાંસોટ પોલીસની અચાનક રેડ જોતા ચોરીનું પેટ્રોલ લેવા આવેલ 2 ઈસમ ફરાર થઈ ગયા હતા જ્યારે 34 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફરાર આરોપીને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.

હાંસોટ પોલીસ દ્વારા ગઇ રાત્રી ના આઠેક વાગ્યાના સુમારે હાંસોટ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ. એ. એચ. પટેલ અને સ્ટાફના કર્મીઓ સાથે પેટ્રોલિંગ હતાં તે દરમિયાન રાયમા નજીક ટેન્કર નંબર Gj.16.Z. 8738 શંકાસ્પદ હાલતમાં ઉભેલ હતું। શંકાના આધારે ચેક કરતાં ચાર જેટલા ઇસમો ટેન્કર માંથી પેટ્રોલ કાઢી સગેવગે કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. અચાનક આવેલ પોલીસને જોઈ બે ઇસમો ભાગી છૂટયા હતા જ્યારે ડ્રાઈવર હિતેન્દ્ર સિંહ સરદાર સિંહ રાય રહે ઝનોર અને ક્લીનર અજીતસિંહ હરીસિંહ સુતરીયા રહે ભરૂચનાઓ રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસે તેમની પૂછપરછ કરતાં તેમણે આ ટેન્કર હજીરા એચ પી કંપની માંથી પેટ્રોલ ભરી ભરૂચ એફ. એમ. કંપનીમાં પહોંચાડવાંનું હતું જ્યારે ભાગી જનાર બે ઈસમો રઘુવીર સિંહ તથા વિજય સિંહ જેઓ હાંસોટ તાલુકાના રાયમા ગામના વતની છે. તેમની સાથે 6 થી 7 મહિનાથી પેટ્રોલ સગેવગે કરવાનું કૌભાંડ ચાલતું હતું. પોલીસે પેટ્રોલ અને ટેન્કર મળી 34,47,857 રૂપિયાનો મુદામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે.

Similar News