દેશના નાણામંત્રી નિર્મલા સીતારામણ પાસે ચૂંટણી લડવા પૈસા નથી ! વાંચો ચૂંટણી લડવાની ઓફર પર શું કહ્યું

Update: 2024-03-28 03:19 GMT

આ વખતે ઘણા કેન્દ્રીય મંત્રીઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે નાણા મંત્રી નિર્મલા સીતારામણે પણ લોકસભા ચૂંટણીની ટિકિટ ઓફર કરાઈ હતી પરંતુ હવે તેમણે ખુલાસો કર્યો છે કે તેઓ શા માટે લોકસભા ચૂંટણી નથી લડી રહ્યાં. નિર્મલા સીતારામણે કહ્યું કે મારી પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે પુરતું ફંડ નથી તેથી તેમણે ભાજપની ઓફર નકારી કાઢી હતી.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો પરંતુ મેં ના પાડી હતી. સીતારામણે કહ્યું કે એક અઠવાડિયું કે દસ દિવસ વિચાર્યા પછી, હું ફરી કહેવા આવી કે "કદાચ નહીં". મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. મને પણ એક સમસ્યા છે, પછી ભલે તે આંધ્રપ્રદેશ હોય કે તમિલનાડુ. હું ખૂબ જ આભારી છું કે તેઓએ મારી દલીલ સ્વીકારી... તેથી હું ચૂંટણી લડી રહી નથી. નિર્મલા સીતારામણને જ્યારે પૂછવામાં આવ્યું કે દેશના નાણામંત્રી પાસે ચૂંટણી લડવા માટે પૂરતું ભંડોળ કેમ નથી, ત્યારે તેમણે કહ્યું કે ભારતના કોન્સોલિડેટેડ ફંડ તેમની માલિકીનું નથી. મારો પગાર, મારી કમાણી અને મારી બચત મારી છે, ભારતના કોન્સોલિડેટેડ ફંડની નહીં.

Tags:    

Similar News