જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા છો તો છે સુવર્ણ તક; આવકવેરા વિભાગે વિવિધ પોસ્ટ માટે બહાર પાડી વેકેન્સી

Update: 2021-08-27 12:43 GMT

જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સુવર્ણ તક આવી છે. આવકવેરા વિભાગે વિવિધ પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડી છે. આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી વેકેન્સી અનુસાર આવકવેરા વિભાગના ઉત્તર પ્રદેશ ક્ષેત્રમાં ઇન્કમટેક્સ ઇન્સ્પેકટર, ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ભરતીઓ છે.

આ તમામ ભરતીઓ રમતવીરો માટે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા 30 સપ્ટેમ્બર 2021 સુધી અરજી કરી શકે છે. ઉત્તર પૂર્વ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર અને કેરળમાં રહેતા ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર, 2021 છે.

આયકર વિભાગમાં ઇન્કમટેક્સ ઈન્સ્પેકટર માટે 3, ટેક્સ આસિસ્ટન્ટ માટે 13 અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે 12 વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં ઇન્કમટેક્સ ઈન્સ્પેકટર માટે ઉમેદવારો માટે કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવું ફરજિયાત છે. ટેક્સ આસિસ્ટન્ટ પોસ્ટ માટે ડેટા એન્ટ્રીની ઝડપ 8000 પ્રતિ કલાક હોવી જોઈએ અને કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવું ફરજિયાત છે.

મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે કોઈપણ માન્ય સંસ્થામાંથી 10મું પાસ હોવું ફરજિયાત છે. આવકવેરા નિરીક્ષક માટે ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ઉમેદવારોની વય મર્યાદા 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

Tags:    

Similar News