રાજ્યમાં ફરી કડકડકી ઠંડીની હવામાન વિભાગે કરી આગાહી

Update: 2024-02-20 17:24 GMT

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી કડકડકી ઠંડીની આગાહી કરી છે. હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જેમાં સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી કડકડતી ઠંડીની આગાહી કરતા લોકો ફરી ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કરી શકશે.

આ બાબતે હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ એકદમ સૂકું રહેવાનું છે. આગામી દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થસે. તેમજ આજે ડીસામાં સૌથી ઓછું 15 ડિગ્રી તાપમાન નોધાયું છે. જ્યારે અમદાવાદમાં 20.04 જ્યારે ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Tags:    

Similar News