ખેલાડીઓને મળતા ઇનામો પર 30% જેટલો ટેક્ષ આપવો પડતો હોય છે, વાંચો શું છે નિયમ

Update: 2021-08-11 10:15 GMT

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજ ચોપડા પર ઈનામોનો વરસાદ થઈ રહ્યો છે. કોઈ તેમને કેશ ગિફ્ટમાં આપી રહ્યું છે તો કોઈ તેમને કાર આપી રહ્યું છે. એવામાં ઘણા લોકોના મનમાં એ સવાલ છે કે ખેલાડીઓને જે ઈનામ મળે છે, શું તેમને તેની પર પણ ટેક્સ ચુકાવવો પડશે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આનંદ જૈન જણાવે છે કે ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 10(17A) પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોઈ વિજેતા ખેલાડીને કોઈ પણ પ્રકારનું ઈનામ આપે છે તો તે સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી રહેશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ(CBDT)એ 2014માં ઓલિમ્પિક રમતો, કોમન વેલ્થ ગેમ્સ અને એશિયાઈ ગેમ્સમાં મેડલ વિજેતાઓને કેન્દ્ર કે રાજ્ય સરકારો તરફથી ઈનામ તરીકે મળેલી કેશ કે વસ્તુઓને ટેક્સ ફ્રી કરવાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો.

આનંદ જૈન કહે છે કે માત્ર કેન્દ્ર કે રાજ્ય સરકારો તરફથી મળેલા ઈનામ પર ટેક્સ લાગતો નથી. આ સિવાય વિજેતાઓને જે પણ ઈનામ મળે છે તો તેની પર ટેક્સ ચૂકવવો પડશે. જેમ કે આનંદ મહિન્દ્રાએ નીરજ ચોપરાને કારનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ કાર પર નીરજ ચોપરાએ 30% ટેક્સ ચુકવવો પડશે. ઈન્કમ ટેક્સની જોગવાઈ મુજબ માત્ર વિજેતા ખેલાડીઓને મળેલા ઈનામ જ ટેક્સ ફ્રી હોય છે. અન્ય ખેલાડી, કોચ વગેરેને મળનારા ઈનામ પર ટેક્સની જોગવાઈ છે.

જેમ કે હરિયાણા સરકાર દ્વારા મહિલા ટીમના નવ સભ્યોને આપવામાં આવનાર રકમ પર ટેક્સ ચુકવવો પડશે. હાલના નિયમો મુજબ જો તમને 50 હજાર રૂપિયાથી વધુ કિંમતની ગિફ્ટ મળે છે તો તેની પર તમારે ટેક્સ આપવો પડશે. ઘણી વખત એક વર્ષમાં તમને ઘણા પ્રસંગે ગીફ્ટ મળે છે અને બની શકે કે તેની કુલ કિંમત 50 હજાર રૂપિયાથી વધુ હોય. એવામાં ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તમારે ઈન્કમ ટેક્સમાં 50 હજાર રૂપિયાથી વધુની ગીફ્ટની માહિતી આપવી પડશે. જો તમે આ માહિતી ઈન્કમ ટેક્સ વિભાગથી છુપાવો છો તો તમને પછીથી મુશ્કેલી થઈ શકે છે.

Tags:    

Similar News