આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગે કરી આગાહી

Update: 2024-05-04 05:26 GMT

રાજ્યમાં પણ આકાશમાંથી જાણે અગનવર્ષા વરસવા લાગી છે.ત્રણ શહેરોનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર થઇ ગયું છે. તો છ શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. કાળઝાળ ગરમીથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.

આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં ગરમીને લઈને યલો એલર્ટ પણ અપાયું છે.

ચૂંટણીના મતદાનને દિવસે અમદાવાદમાં આકરી ગરમી પડવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. 7 મેના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું.

કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપના વર્તાય રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં 42.3 ડિગ્રી તાપમાનમાં શેકાયું છે. સુરેન્દ્રનગર અને રાજકોટ અમરેલીમાં તાપમાનનો પારો પહોંચ્યો 42 ડિગ્રીએ પહોચ્યો છે. ભૂજમાં 40.6 ડિગ્રી, તો કેશોદમાં નોંધાયું 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં ગરમ અને ભેજવાળુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.

Tags:    

Similar News