35 દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ, ભારતે પણ 2 દેશમાં શરૂ કરી ફ્લાઇટ્સ

Update: 2020-07-18 08:07 GMT

કોરોનાનો મહામારીનું ઝડપથી ફેલાતા સંક્રમણના કારણે માર્ચમાં લગભગ તમામ દેશોમાં લૉકડાઉન જાહેર કરી દેવાયું હતું, જેના કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ બંધ થઇ ગઇ હતી. જે હવે ધીમે-ધીમે ઘણા દેશોમાં શરૂ કરી દીધી છે. ભારત સરકારે પણ અમેરિકા અને ફ્રાન્સ માટે વિશેષ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. 17થી 31 જુલાઇ સુધી અમેરિકા અને 18 જુલાઇથી 1 ઓગસ્ટ સુધી ફ્રાન્સનાં શહેરો માટે ફ્લાઇટ્સ ઉપડશે.

ઉલ્લેખનીય છે કે સૌથી વધુ સંક્રમિત 10 દેશમાં અમેરિકા અને જર્મનીનો સમાવેશ થઈ ચૂક્યો છે. ચીન, અમેરિકા, રશિયા, જર્મની, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ઇરાન, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ, જાપાન, દ.કોરિયા સહિત 72 દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આંશિક ધોરણે શરૂ થઇ ચૂકી છે. પરંતુ આ દેશોએ વધુ સંક્રમણવાળા કેટલાક દેશોમાંથી મુસાફરી પર સંપૂર્ણ બૅન જારી રાખ્યો છે.

આ ઉપરાંત બ્રાઝિલ, કેનેડા, સાઉદી અરેબિયા, દ.આફ્રિકા, ઇન્ડોનેશિયા સહિત 97 દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ હાલ સંપૂર્ણ બંધ છે. જેમાંથી 17 દેશમાં ફ્લાઇટ્સ શરૂ થઈ શકે છે.

Similar News