J&K: કુપવાડામાં LOC પર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, 2 આતંકી ઠાર

Update: 2020-07-11 06:54 GMT

ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારતીય સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા ઉપર આતંકી ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે. આ દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકીને ઠાર કર્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં હતાં. જેના પર સેનાએ કાર્યવાહી કરતા 2 આંતકીને ઠાર માર્યા છે. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી કર્યો હતો.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ઉત્તર કાશ્મીરીના કુપવાડા જિલ્લામાં ટીએમજી સેક્ટરમાં LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી કાર્યવાહી કરતા બે આતંકી ઠાર માર્યા છે, જો કે, હાલ સર્ચઓપરેશન ચાલી રહ્યું છે.મહત્વનું છે કે, બારામુલાના નૌગામ સેક્ટરમાં શનિવાર સવારે ભારતીય સૈનિકોને નિયંત્રણ રેખાની બાજુમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. જેથી સેનાએ ઝડપી કાર્યવાહી કરી બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા બે એકે-47 અને અન્ય શસ્ત્રો મળી આવ્યાં છે.

આ પહેલા 1 જુલાઈએ પણ સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓની ઘૂસણખોરીની માહિતી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ આતંકીઓને એલઓસીમાં ઘૂસણખોરી કરતા જોયા હતા. જો કે, એલઓસી પર તૈનાત સુરક્ષા દળોએ આતંકીઓની ઘૂસણખોરીને નિષ્ફળ કરી એક આતંકી ઠાર માર્યો હતો.

Similar News