કચ્છ : ખડીર પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોનો રવિ પાક થયો નષ્ટ

Update: 2019-12-14 07:11 GMT

કચ્છ જિલ્લામાં સતત બે વર્ષ દુષ્કાળ રહ્યા બાદ હવે ચાલુ વર્ષે પણ કમોસમી વરસાદના પગલે પાક નષ્ટ થઈ રહ્યો છે, ત્યારે રવિ પાકની ખેતીના સમયે જ ફરી એક વાર વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કચ્છ જિલ્લાના ખડીર પંથકમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતો બેહાલ બન્યા છે. ખડીર પંથકના ખેડૂતોએ મહામહેનતે રણ પ્રદેશમાં રવિ પાક લીધો હતો, પરંતુ કમોસમી વરસાદે એક જ ઝાટકામાં રવિ પાક નષ્ટ કરી નાખ્યો છે. ખેડૂતોએ ઉછીના નાણા લઈને જીરું, એરંડા સહિતના પાક લીધાં હતા. જ્યારે કમોસમી વરસાદના પગલે પાકમાં મોટું નુકસાન થયું છે. પાક નુકશાની અંગે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.

Similar News