મહીસાગર : 4 યુવાનોએ ધામણ સાપને મારી નાખી તેના સાથે બનાવ્યો ટીકટોક વિડિયો, જુઓ વન વિભાગે શું કર્યું..!

Update: 2020-03-09 07:54 GMT

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ગામમાં વન્ય પ્રાણીમાં આવતા સરિસૃપ ધામણ સાપને મારી નાખી વિડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ત્યારે 4 યુવકો સામે ફરિયાદ થતાં તેની તમામની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, બાલાસિનોર તાલુકામાં 4 યુવાનોએ વન્ય પ્રાણીમાં આવતા સરિસૃપ ધામણ સાપને મારી નાખી તેનો અલગ અલગ ટીકટોકમાં વિડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. ત્યાર બાદ ધામણને સળગાવી તેના અવશેષો નાશ કર્યા હતા.

સમગ્ર મામલે બાલાસિનોર વન વિભાગને બાતમી મળતા આ ગુન્હામાં સંડોવાયેલા ગધાવાડાના બોરીડુંગરી ખાતે રહેતા જગદીશ વાઘેલા, પ્રવીણ વાઘેલા, ભરત વાઘેલા અને વિક્રમ વાઘેલાની વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. હાલ તો ચારેય આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Similar News