મહેસાણા : ઉકરડી ગામે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ, ગ્રામજનોએ લીધો લાભ

Update: 2021-03-07 05:52 GMT

મહેસાણા જિલ્લાના માંડલ તાલુકાના ઉકરડી ગામ ખાતે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન, મહેસાણા દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન, મહેસાણા દ્વારા ઉકરડી ગામના સ્થાનિકો માટે વિનામુલ્યે બ્લડપ્રેશર તથા ડાયાબીટીસની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ગ્રામજનોને કિડનીને લગતા રોગ વિષે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, ત્યારે આ મેડિકલ ચેકઅપ કેમ્પનો મોટી સંખ્યામાં ઉકરડીના ગ્રામજનોએ લાભ લીધો હતો.

ઉકરડી ગામે યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પ દરમ્યાન સ્થાનિક આગેવાન દેવુંભા સોલંકી, રાયસિંહ માંડલ, NSUIના પ્રમુખ, ઓલ ગુજરાત સ્વદેશી સ્વાભિમાન ટ્રસ્ટના પ્રમુખ, ઓલ ઇન્ડિયા મીડિયા એસોસિયેશનના સભ્યએ વિશેષ હાજરી આપી હતી. તો સાથે જ વિદેશી ચીજવસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ કરવાની પણ ગ્રામજનોને સલાહ આપવામાં આવી હતી.

Tags:    

Similar News