'રેડી' ફિલ્મમાં સલમાન સાથે કામ કરી ચુકેલા મોહિત બઘેલનું નિધન, જાણો કારણ

Update: 2020-05-23 12:35 GMT

સલમાન ખાન સાથે ફિલ્મ 'રેડી'માં કામ કરી ચુકેલા મોહિત બઘેલનું શનિવારે નિધન થયું છે. રાઈટર અને ડાયરેકટર રાજ શાંડિલ્યએ આ અંગે ટ્વિટર પર જાણકારી આપી છે. મોહિત લાંબા સમય થી કેન્સરની બિમારી સામે લડી રહ્યાં હતાં.

https://www.instagram.com/p/BnvqyoBHFKx/?utm_source=ig_embed&utm_campaign=loading

23 વર્ષીય મોહિતના નિધન અંગે જાણકારી આપતાં રાજે ટ્વિટ કર્યુ હતું કે,' મોહિત માર ભાઈ તને જવાની આટલી જલ્દી કેમ હતી.? મે તને કહ્યું હતું કે તારા માટે આખી ઈન્ડસ્ટ્રી થંભી ગઈ છે, બસ તુ આવી જા એટલે કામ શરૂ કરીશું. તું બહુ જ સારી એકટિંગ કરે છે, હું આગામી ફિલ્મના સેટ પર તારી રાહ જોઈશ..તારે આવવું જ પડશે, ઓમ સાંઈ રામ.'

તેમને જણાવી દઈએ કે રેડી ફિલ્મ સિવાય મોહિત પરિણીતી ચોપરા અને સિદ્ધાર્ષની ફિલ્મ 'જબરિયા જોડી' માં પણ જોવાં મળ્યાં હતાં. તેમણે પોતાના કેરિયરની શરૂઆત છોટે મિંયા કોમેડી શૉ થી કરી હતી.

પરિણીતી ચોપરાએ મોહિતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણીએ કહ્યું હતું કે મોહિત કામ કરતાં સારા વ્યકિતઓમાંના એક હતાં.

Similar News