કોવિડ-૧૯ઃ દેશમાં 10 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

Update: 2020-07-30 08:15 GMT

કોરોના વાયરસની મહામારી દેશમાં સતત કહેર વરસાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 775 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ કુલ સંક્રમિતોની સંખ્યા 15,83,792એ પહોંચી ગઈ છે. ગુરુવાર સવારે આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52,123 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. કોરોના વાયરસના હવે 5 લાખ 28 હજાર 242 એક્ટિવ કેસ છે.

જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સામે કોરોના દર્દી સાજા થવાનો આંકડો પણ સતત વધી રહ્યો છે. જેના કારણે થોડી રાહત પણ સાંપડી છે. દેશમાં અત્યાર સુધી 10 લાખ 20 હજાર 582 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 34,968 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

કેસોમાં સતત વઘારો થઈ રહ્યો છે ત્યારે કોરોનાની ગંભીરતા જોતા રોજના વધુમાં વધુ ટેસ્ટ કરાવી પોઝીટીવ દર્દીનેવહેલી તકે સારવાર આપવી જરુરી બની છે જેથી કોરોનાને ફેલોતો અચકાવી શકાય. ત્યારે દેશમાં સતત ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 29 જુલાઈ સુધીમાં દેશમાં કુલ 1,81,90,382 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. માત્ર બુધવારની વાત કરીએ તો એક જ દિવસમાં 4,46,642 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Similar News