આજે ધંધુકામાં યોજાશે ક્ષત્રિય સમાજનું ‘અસ્મિતા મહાસંમેલન’

Update: 2024-04-07 04:41 GMT

પરશોત્તમ રુપાલાની વાંધાજનક ટિપ્પણીના પગલે રાજ્યભરમાં વિરોધ વધારે વકર્યો છે. રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજ આકરાપાણીએ આવ્યો છે. જેના પગલે આજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું ‘અસ્મિતા મહાસંમેલન’યોજાશે. મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો પણ જોડાશે. આજે અસ્મિતા મહાસંમેલનમાં મોટી સંખ્યામાં રાજપૂતો ઉપસ્થિત રહેશે. તેમને અન્ય સમાજોને સંમેલનમાં જોડાવા આમંત્રણ અપાયું છે.

રાજ્યભરમાંથી ક્ષત્રિયો સંમેલનમાં ઉમટે તેવી શક્યતા છે. આ અગાઉ ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગરમાં પણ સંમેલન યોજાયા હતા.રાજકોટમાં કોર કમિટીની બેઠકમાં રણનીતિ નક્કી કરાઈ હોવાનુ સામે આવ્યુ છે. જેમાં 16થી વધુ જિલ્લાના ક્ષત્રિય સમાજના સંમેલનની રણનીતિ બનાવામાં આવી છે. રાજકોટ બેઠક પર ક્ષત્રિયોના 400 ઉમેદવાર ઊભા રાખશે. જ્યારે આગામી સમયમાં રાજકોટમાં પણ ક્ષત્રિય સંમેલન યોજાશે. દરેક તાલુકામાં કમિટી રચાશે, ગામે-ગામ પહોંચીશું તેવુ ક્ષત્રિય સમાજના આગેવાનોએ કીધુ છે.

Tags:    

Similar News