“ભાવ વધારો” : પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત દરરોજ નવા સ્તરે, જાણો કયા શહેરમાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ..!

Update: 2021-02-17 05:11 GMT


સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત નવમા દિવસે પણ વધારો થયો છે. ભારતના પાટનગર દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 25 પૈસાનો વધારો થયો છે, ત્યારે હવે દિલ્હીમાં પ્રતિ એક લિટરે પેટ્રોલની કિંમત 89.54 રૂપિયા અને પ્રતિ એક લિટરે ડીઝલની કિંમત 79.95 રૂપિયા પર પહોંચી જવા પામી છે.


આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે, ત્યારે દેશના અનેક શહેરોમાં પ્રીમિયમ પેટ્રોલ રૂ. 100ના આંકને વટાવી ગયું છે. છેલ્લા 8 દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. 2.36 અને ડીઝલના ભાવમાં રૂ. 2.91નો વધારો થયો છે. જોકે, દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 96 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે ડીઝલની કિંમત 86.97 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. અન્ય શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ નવા રેકોર્ડ સ્તરોને સ્પર્શે છે. તો સાથે જ રાજસ્થાનના ગંગાનગરમાં સામાન્ય પેટ્રોલ 100 લિટર પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. વિવિધ શહેરોમાં વધેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર નજર કરીએ તો, મુંબઇમાં પેટ્રોલ 96 રૂપિયા અને ડીઝલ 86.97 રૂપિયા પ્રતિ લિટર, બેંગલુરુમાં પેટ્રોલ 92.48 રૂપિયા અને ડીઝલ 84.72 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઇમાં પેટ્રોલ રૂ. 91.73 અને ડીઝલ 85.05 રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં પેટ્રોલ 90.79 રૂપિયા અને ડીઝલ રૂ .83.54 પ્રતિ લિટર સુધી રહ્યો છે.

Tags:    

Similar News