રાજકોટ : ભાદર- 1 ડેમ ઓવરફલો થતાં બે દરવાજા ખોલવામાં આવ્યો

Update: 2019-09-23 08:14 GMT

રાજકોટ, ગાેંડલ, જેતપુર,, શાપર અને વેરાવળની જીવાદોરી સમાન ભાદર-1 ડેમ ભાદરવામાં ભરપુર ભરાયો છે. ડેમ તેની 34 ફૂટની સર્વોચ્ચ સપાટીએ પહોંચી જતાં બે દરવાજા ખોલી 481 કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે.

રાજકોટ જિલ્લામાં આવેલો ભાદર - 1 ડેમ સંપુર્ણ ભરાઇ ગયો છે. જેના કારણે ભાદરના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાંથી 481 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમના પાણીનો લાભ ધોરાજી, જેતપુર, ગોંડલ, ઉપલેટા અને જૂનાગઢ તાલુકાના ગામોને થશે. રાજકોટ શહેરને ભાદર-1 ડેમમાંથી દરરોજ 40 એમએલડી પાણી મળે છે અને તેનું સેન્ટ્રલ રાજકોટના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે.ભાદર ડેમ આેવરફ્લો થતા ગાેંડલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારીયા,ખંભાલીડા અને નવાગામ સહિતના પાંચ ગામો, જેતપુર શહેર, મોણપર, ખીરસરા, દેરડી ,નવાગઢ, રબારીકા, સરદારપુર, પાંચપીપળા, કેરાડી, લુણાગરા, લુણાગરી અને વાડાસડા સહિતના 12 ગામો, ધોરાજી તાલુકાના વેગડી, ભુખી અને ઉમરકોટ સહિતના ત્રણ ગામો તેમજ જામકંડોરણા તાલુકાના તરવડ અને ઈશ્વરીયા સહિતના બે ગામો મળી કુલ ચાર તાલુકાના ભાદર કાંઠાના 22 ગામો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા તેમજ સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

 

Similar News