રાજકોટ : જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, 22 જેટલા સ્થળે શરૂ કરાયા ખરીદી કેન્દ્ર

Update: 2020-10-26 08:13 GMT

રાજકોટ જિલ્લાના જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે સોમવારથી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેના કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલ 1055 રૂપિયાના ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેના કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ જિલ્લામાં 22 જેટલા સ્થળે સોમવારના રોજથી મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર માટે નોંધણી પ્રક્રિયા ગત તા. 1 ઓક્ટોબરથી 20 ઓકટોબર સુધી રાખવામાં આવી હતી, ત્યારબાદ ગત તા. 21 ઓક્ટોબરથી ખરીદ પ્રક્રિયા શરૂ થવાની હતી, પરંતુ હવામાન વિભાગ દ્વારા કરાયેલી વરસાદની આગાહીના પગલે આ ખરીદી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી. જેથી તા. 21 ઓક્ટોબરને બદલે તા. 26 ઓક્ટોબર એટલે કે, આજથી શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂતો પોતાની મગફળી લઈ અને માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે વેચવા માટે આવી પહોંચ્યા છે.

Tags:    

Similar News