રાજકોટઃ પોલિસ દ્વારા કરવામાં આવ્યું શસ્ત્ર પુજન, ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર

Update: 2018-10-18 07:35 GMT

આજે દેશભરમાં દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રીની સમાપ્તી થઈ છે. ત્યારે આજે દેશભરમાં દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાના દિવસે શસ્ત્ર પુજનનું ખાસુ મહત્વ જોવા મળતું હોય છે.

રાજકોટ પોલિસ હેડ કવાટર્સ ખાતે શસ્ત્ર પુજન કરવામા આવ્યુ હતુ. શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શસ્ત્રનુ પુજન કરવામા આવ્યુ હતુ. ત્યારે શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યુ હતુ કે અમારી પાસે રહેલ શસ્ત્રો લોકોની સુખાકારી અને શાંતિ જાળવવા માટેના છે. જ્યારે કે હિંસા ફેલવાનારા તેમજ ગુનેગારોને કાબુ કરવા માટેના છે.

Tags:    

Similar News