“રાજકીય ઉથલપાથલ” : જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ૨૭ સમર્થકોએ પોતાના ફોન કર્યા બંધ, બળવાખોરી કરીને બેંગલુરૂ પહોંચ્યા

Update: 2020-03-10 07:32 GMT

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ૨૭ જેટલા સમર્થકો અને ધારાસભ્યોના મોબાઇલ ફોન અચાનક બંધ આવતા મુખ્યમંત્રી સહિતના નેતાઓ ભારે ચિંતામાં મુકાઇ ગયા છે, ત્યારે મધ્યપ્રદેશની રાજનીતિમાં એક મોટો જબરદસ્ત ડ્રામા થયો હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે મોટા બદલાવ સાથે રાજકીય ઉથલપાથલ વધુ તેજ બની રહી છે.

મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી કમલનાથે પોતાના નિવાસ્થાને અચાનક જ કેબિનેટની બેઠક બોલાવી હતી. તેઓએ બેઠક પહેલા કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા દિગ્વીજય સિંહ અને કેબિનેટના બે અન્ય વરિષ્ટ મંત્રીઓ સાથે પણ એક બેઠક કરી હતી. મધ્ય પ્રદેશમાં મોટું રાજકીય સંકટ ઉભુ થયું છે. જેમાં મુખ્યમંત્રી કમલનાથ સરકારના ૬ મંત્રીઓ સહિત ૧૭ જેટલા ધારાસભ્યોએ બળવાખોરી કરીને ત્રણ ચાર્ટર પ્લેન મારફતે બેંગલુરૂ ખાતે પહોંચી ગયા છે.

ઉપરાંત તમામ મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંઘિયા ગ્રુપના હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. જેમાં બિજેંદ્ર યાવદ, રાજવર્ધન સિંહ, જસપાલ જજ્જી, રણવીર જાટવ, ઓપીએસ ભદોરિયા, કમલેશ જાટવ, ગિરિરાજ દંતોડિયા, જસવંત જાટવ, રક્ષા સિરોનિયા, હરદીપ સિંહ ડંગ , મુન્ના લાલ ગોયલ, રધુરાજ કસાના અને સુરેશ ધાકડનો સમાવેશ થઈ રહ્યો છે.

Similar News