ટી-20 વર્લ્ડ કપ 2024 : આયરલેન્ડે 15 સભ્યોની ટીમની કરી જાહેરાત, ટીમની કેપ્ટનશીપ પોલ સ્ટર્લિંગને સોંપવામાં આવી

Update: 2024-05-08 04:15 GMT

આયરલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં 1 જૂનથી શરૂ થતા ટી-20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમની કેપ્ટનશીપ પોલ સ્ટર્લિંગને સોંપવામાં આવી છે જે લાંબા સમય બાદ ટીમની કેપ્ટનશીપ સંભાળશે. એન્ડ્ર્યુ બાલબિર્ની 2020 થી ટી-20 ફોર્મેટમાં આયરલેન્ડની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. પરંતુ તેને આગામી વર્લ્ડકપ માટે કેપ્ટનશીપ પદેથી હટાવી દેવામાં આવ્યો છે. જ્યોર્જ ડોકરેલ, ક્રેગ યંગ સહિત ઘણા અનુભવી ખેલાડીઓને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વર્લ્ડ કપની ટીમમાં સામેલ જોશુઆ લિટલ હાલમાં IPLમાં ગુજરાત ટાઇટન્સની ટીમનો ભાગ છે. આથી આયરલેન્ડે પાકિસ્તાન સામેની શ્રેણી અને નેધરલેન્ડમાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી માટે 14 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

ટીમની જાહેરાત બાદ આયરલેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હેનરીક મલાને કહ્યું, "અમે છેલ્લા 18 મહિનાથી આ ટીમ પર કામ કરી રહ્યા છીએ અને અમે તેમાં સુધારો પણ કર્યો છે. અમારી પાસે જે કૌશલ્ય છે તેનાથી અમે વાકેફ છીએ." જોશુઆ લિટલને આઈપીએલમાં રમવાની પરવાનગી આપવામાં આવી છે તે વર્લ્ડ કપ પહેલા આયરલેન્ડની ટીમ સાથે જોડાશે.

પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), માર્ક એડેર, રોસ એડેર, એન્ડ્રુ બાલબર્ની, કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, ગ્રાહમ હ્યુમ, બેરી મેક્કાર્થી, જોશ લિટિલ, નીલ રોક, હેરી ટેક્ટર, લોરકાન ટકર , બેન વ્યાટ, ક્રેગ યંગ

Tags:    

Similar News