ટેસ્ટ રેન્કિંગ: ઓસ્ટ્રેલિયા નંબર-1 તો ટીમ ઇન્ડિયા બીજા સ્થાને

Update: 2024-05-04 03:30 GMT

ટીમ ઈન્ડિયા હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 નથી. શુક્રવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 બની ગઈ છે. ભારત બીજા સ્થાને સરકી ગયું છે. જોકે, ટીમ ઈન્ડિયા હજુ પણ ODI અને T20માં ટૉપ પર છે.ઓસ્ટ્રેલિયા હવે ટેસ્ટ ફોર્મેટમાં 124 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે.

ભારત 120 પોઈન્ટ સાથે બીજા સ્થાને 4 પોઈન્ટ પાછળ છે. ઇંગ્લેન્ડ ત્રીજા અને દક્ષિણ આફ્રિકા ચોથા ક્રમે છે.આ ફેરફાર ICC રેન્કિંગમાં વાર્ષિક અપડેટને કારણે આવ્યો છે. 2020-21માં ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની 2-1થી શ્રેણી જીતને આ અપડેટમાં બાકાત રાખવામાં આવી છે.

Tags:    

Similar News