રાજ્યના યુવાનો નશાખોરી તરફ ન વળે તે માટે નાર્કોટિક્સ ડ્રાઇવ ચાલુ રાખવા કડક સૂચના : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

Update: 2020-06-25 06:21 GMT

હાલ તાજેતરમાં જ કચ્છ જિલ્લામાં થયેલ સંયુક્ત ઓપરેશનમાં 850 જેટલા ચરસના પેકેટનો જથ્થો મળી આવ્યો હતો. જોકે તેનું કનેક્શન પાકિસ્તાન સાથે હોવાનું ખૂલ્યું હતું, ત્યારે બીજી તરફ રાજ્યના યુવાનો નશાખોરી તરફ ન વળે તે માટે રાજ્ય સરકારે નાર્કોટિક્સના કેસ શોધવા અંગે ડ્રાઇવ ચાલુ રાખવા માટેની કડક સૂચના આપી છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં સૌથી મોટી દરિયાઇ સરહદ છે, ત્યારે અહીં ચરસ, ગાંજા, દારૂ કે અન્ય કોઇપણ પ્રકારના માદક દ્રવ્યો ન પ્રવેશે તે માટે ગુજરાતની મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, નેવી અને બીએસએફ સંયુક્ત રીતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ગુજરાત પોલીસની સતર્કતાના કારણે સંયુક્ત ઓપરેશન દરમ્યાન કચ્છમાંથી 850 જેટલા પેકેટમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે.

Tags:    

Similar News