સુરત: AC રીપેરીંગની દુકાનમાં થયો બ્લાસ્ટ

Update: 2019-07-17 11:11 GMT

સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલી એક એસી રીપેરીંગની દુકાનમાં કોંમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા બે યુવકોને ઈજા થઇ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ બનાવની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

સુરતના ગોપીપુરા સ્થિત કાઝીના મેદાનમાં એસી રીપેરીંગની દુકાનમાં કોંમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા ચકચાર મચી જવા પામી હતી. બ્લાસ્ટ એટલો મોટો હતો કે બાજુની દુકાનના કાચ પણ તૂટી ગયા હતા. આ ઘટનામાં બે યુવકોને ઈજા પહોંચી હતી. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ બનાવની જાણ થતા ફાયરની ૩ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

Similar News