સુરત : પઠાણી ઉઘરાણી કરવા આવેલા ઈસમોએ પિતા-પુત્રને માર્યો ઢોર માર, CCTV આવ્યા બહાર

Update: 2019-12-30 10:23 GMT

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી માર્કેટમાં પિતા અને પુત્રને ઢોર માર મરાયો હતો. જેમાં એમ્બ્રોડરી વર્કના નીકળતા નાણાંની પઠાણી ઉઘરાણી કરવા આવેલા બે ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.

સુરતના પુણાગામમાં આવેલી માર્કેટમાં એમ્બ્રોડરી વર્કના નીકળતા નાણાં બાબતે મારમારી થઈ હતી. પઠાણી ઉઘરાણી કરવા આવેલા બે ઈસમોએ કાપડના વેપારી પિતા અને પુત્રને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. આ ઘટના માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેમાં જોઈ શકાય છે કે, પિતા અને પુત્રને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ મામલો પોલીસ મથકે પહોચ્યો હતો જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Similar News