સુરત : સતત વરસાદના કારણે કીમ નદીમાં આવ્યું ઘોડાપુર, મોટા બોરસરા બ્રીજનું પાણી ચેતવણી સ્તરે પહોચ્યું

Update: 2020-08-12 08:09 GMT

સુરત જીલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે, ત્યારે કીમ નદીમાં પાણીની ભારે આવક થવા પામી છે. જેના કારણે મોટા બોરસરા ગામ નજીક આવેલ બ્રીજના ચેતવણી સ્તર સુધી પાણી પહોચી ગયું હતું.

સુરત જીલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વરસી રહેલા વરસાદના પગલે ત્રણ તાલુકાઓમાંથી વહેતી કીમ નદીમાં પાણીની ભારે આવક જોવા મળી છે. ઉમરપાડા અને માંગરોળમાં છેલ્લા 24 કલાકમાં 7.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, ત્યારે ઉમરપાડાની ખાડીઓમાં થઈને કીમ નદીમાં આવતું પાણી સીધું દરિયામાં વહી રહ્યું છે.

જોકે માંગરોળ, ઓલપાડ અને હાંસોટ તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં પાણીની વધુ આવક થતા માંગરોળના મોટા બોરસરા ગામ નજીક આવેલ બ્રીજના ચેતવણી સ્તર સુધી પાણી પહોચી ગયું હતું. આ બ્રીજ જમીનની સપાટીથી લગભગ 80થી 100 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવ્યો છે, ત્યારે આગામી સમયે જો પાણીની વધુ આવક જણાશે તો તંત્ર દ્વારા વાહનચાલકો માટે બ્રિજ બંધ કરવાની પણ તૈયારીઓ બતાવવામાં આવી રહી છે.

Similar News