સુરત: કોરોનાના કહેર વચ્ચે નવી સિવિલ હોસ્પિટલના તબીબો બન્યા બિન્દાસ્ત, મોઢે માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા

Update: 2020-03-18 12:15 GMT

કોરોનાના કહેરની વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હાથ ધોવા માટે સેનિટાઇઝર અને મોઢે પહેરવાના માસ્કની અછત જોવા મળી રહી છે, ત્યારે હોસ્પિટલમાં પરિચારિકાઓ સહિત તબીબો મોઢે માસ્ક પહેર્યા વગર દર્દીને સારવાર આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં માસ્કની અછત જોવા મળી રહી છે. હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો સાથે જે તે વિભાગના તબીબો પણ માસ્ક પહેર્યા વગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવા મજબુર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ પણ ઉભો કરાયો છે. પ્રતિ દિવસ મેડિસિન સહિતની ઓપીડીમાં લગભગ હજારો દર્દીઓ પોતાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે આવતા હોય છે. જોકે આ તમામ દર્દીઓને હવે તબીબો મોઢે માસ્ક પહેર્યા વગર સારવાર આપી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હાથ સાફ કરવામાં માટેનું એન્ટિબાયોટિક સેનિટાઇઝર પ્રવાહી પણ ન હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કણાનીના શહેરમાં લાપરવાહી સામે આવતા લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

Similar News