સુરેન્દ્રનગર: “નમસ્તે ટ્રમ્પ”ના કાર્યક્રમનો બંદોબસ્ત પૂર્ણ કરી પરત ફરતા બોટાદ પોલીસ વાન પલટી

Update: 2020-02-25 07:58 GMT

20 જેટલા પોલીસક ર્મીઓને થઈ ઈજા

સુરેન્દ્રનગર જિલ્લાના બગોદરાથી ધંધુકા વચ્ચે પોલીસ વાન પલ્ટી મારી ગઈ હતી. જેમાં 20 જેટલા પોલીસ જવાનોને નાની મોટી ઈજાઓ થઈ હતી.

મળતી માહિતી અનુસાર, ગત રોજ અમદાવાદ ખાતે “નમસ્તે ટ્રમ્પ”ના કાર્યક્રમ માટે રાજ્યભરમાંથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત માટે શહેરમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, ત્યારે બંદોબસ્તમાં ગયેલા બોટાદના પોલીસ જવાનો કાર્યક્રમ પૂર્ણ થતાં પરત ફરી રહ્યા હતા, તે દરમ્યાન બોટાદ પોલીસ વાનને અકસ્માત નડ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના બગોદરાથી ધંધુકા વચ્ચેના માર્ગ પર અચાનક બોટાદ પોલીસ વાન પલટી મારી ગઈ હતી. અકસ્માતના પગલે પોલીસ વાનમાં સવાર 20 જેટલા પોલીસ જવાનોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. બોટાદ પોલીસ વાન પલટી મારી જતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી તમામ ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તો બોટાદ પોલીસ વાનના ચાલકનું સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Similar News