ચીને લોન્ચ કર્યું મુન મિશન, 53 દિવસમાં સૌથી અંધકારભર્યા ભાગમાંથી લેશે સેમ્પલ

Update: 2024-05-04 04:59 GMT

ભારતના ચંદ્રયાન-3 મિશન બાદ હવે ચીને પણ તેનું મૂન મિશન લોન્ચ કર્યું છે. આ મિશનનું નામ ચેંગ'ઈ-6 મિશન છે અને તેમાં પાકિસ્તાનનો આઈક્યુબ-Q સેટેલાઇટ લગાવેલ છે. આ સેટેલાઈટમાં 2 કેમેરા છે, જે ચંદ્રની સપાટીની તસવીરો લેશે.ચંદ્ર મિશનને હેનાન ટાપુ પર વેનચાંગ સ્પેસ સાઇટ પરથી લોંગ માર્ચ 5 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.

ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર, તેનું લક્ષ્ય ચંદ્રનો દૂરનો ભાગ (જ્યાં અંધારું હોય છે) પર જઈને સેમ્પલ એકત્રિત કરીને પૃથ્વી પર મોકલવાનું છે.આ ચાઈનીઝ પ્રોબ 53 દિવસ સુધી ચંદ્ર પર રહેશે એટલે કે 25 જૂને પૃથ્વી પર પરત ફરશે. આ પ્રોબ શરૂઆતના થોડા દિવસો પૃથ્વીની ભ્રમણકક્ષામાં વિતાવશે અને બાદમાં ચંદ્ર તરફ જશે. ચીને વર્ષ 2030 સુધીમાં ચંદ્ર પર માણસો મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે. આ મિશન પણ આ જ લક્ષ્યનો એક ભાગ છે.

Tags:    

Similar News