કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટને 1.10 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો, જાણો કેટલી હશે કિમત..?

Update: 2021-01-11 16:45 GMT

કેન્દ્ર સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાની વેક્સિન કોવીશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)ને ઓર્ડર આપી દીધો છે. SIIના અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી. વેક્સિનના એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે. કોવીશીલ્ડના દર સપ્તાહે એક કરોડથી વધુ ડોઝની સપ્લાઈ કરવામાં આવી શકે છે. સરકારે વેક્સિનેશન માટે 16 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.

https://twitter.com/ANI/status/1348585600253771776

જેમાં ચિમ્પાઝીમાં ઠંડીના કારણે બનનારા વાઈરસ(એડેનોવાઈરસ)ને નબળા કરીને ઉપયોગ કરાયા છે. જેમાં SARS-CoV-2 એટલે કે નોવેલ કોરોના વાઈરસના જેનેટિક મટેરિયલ છે.
વેક્સિનેશન દ્વારા સરફેટ સ્પાઈક પ્રોટીન બને છે અને આ SARS-CoV-2 વિરુદ્ધ ઈમ્યુન સિસ્ટમ બનાવે છે. જેથી ભવિષ્યમાં જો નોવેલ કોરોનાવાઈરસ હુમલો કરે તો શરીર તેનો મજબૂતાઈથી જવાબ આપી શકે.

Tags:    

Similar News