કોરોના સંક્રમણના કારણે ટ્રમ્પે ચીન સાથે સંબંધ તોડવાની આપી ધમકી

Update: 2020-05-15 09:43 GMT

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરમાં કોરોના વાઈરસના ફેલાવાના પગલે ચીન સાથેના તમામ સંબંધો તોડી નાખવાની ધમકી આપી હતી. આ જીવલેણ ચેપથી વિશ્વભરમાં લગભગ ત્રણ લાખ લોકો માર્યા ગયા છે, જેમાં ,80,000થી વધુ અમેરિકનોનો સમાવેશ છે.

ટ્રમ્પે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, "આપણે ઘણી વસ્તુઓ કરી શકીએ છીએ." આપણે બધા સંબંધોને તોડી શકીએ છીએ. છેલ્લા ઘણા અઠવાડિયાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ચીન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે દબાણ વધી રહ્યું છે. સાંસદો અને વિચારકો કહે છે કે,ચીનની નિષ્ક્રિયતાને કારણે વુહાનથી દુનિયામાં કોરોના વાઈરસ ફેલાયો છે.

એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ અત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવા માગતા નથી. જોકે, તેમને શી સાથે સારો સંબંધ છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે યુ.એસ.એ ચીને વારંવાર આંતરરાષ્ટ્રીય સમુદાયને વુહાનની પ્રયોગશાળાની મુલાકાત લેવા કોરોના વાઈરસની ઉત્પત્તિની તપાસ માટે પરવાનગી આપવી જોઈએ. પરંતુ તેઓ માનતા નથી.

Similar News