UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ

Update: 2020-07-27 07:42 GMT

UC વેબમાં કામ કરી ચુકેલા પુષ્પેન્દ્ર પરમારે આરોપ લગાવ્યો છે કે UC વેબ, UC ન્યૂઝ એવા સમાચાર ફેલાવે છે કે ભારતમાં તેને લઈ સામાજીક-આર્થિક રીતે ઉથલપાથલ સર્જાય.

આ વિરોધ કરવાને લીધે જ તેમને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. પરમારે આ બાબતને લઈ ગુરુગ્રામની કોર્ટમાં 20 જુલાઈના રોજ એક અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટે યુસી વેબની મૂળ કંપની અલીબાબ અને તેના સ્થાપક જેક માને નોટિસ પાઠવી છે.

તેમા અલીબાબા તથા જેક માને ફેક ન્યૂઝ ફેલાવવાના આરોપોના 30 દિવસમાં જવાબ આપવા કહેવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે લદ્દાખની ગલવાન ઘાટીમાં સીમા વિવાદ બાદ ભારત સરકારે ચીનની જે 59 એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો તેમા યુસી વેબનો પણ સમાવેશ થતો હતો.

Similar News