વડોદરાઃ આવતી કાલથી 4 ડિસેમ્બર સુધી યોજાશે શ્રીમદ ભાગવદ કથા

Update: 2018-11-27 12:35 GMT

બુધવારે પોથીયાત્રા પછી વિવિધ મહેમાનોની ઉપસ્થિતિમાં કથાનો થશે પ્રારંભ.

વડોદરા શહેર રામ પરીવાર સેવા સમિતિ તથા વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ દ્વારા જય અંબે ગરબા ગ્રાઉન્ડ, વાઘોડીચા રીંગ રોડ ખાતે ૨૮ નવેમ્બરથી ૦૪ ડિસેમ્બર સુધી શ્રીમદ ભાગવદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા રાષ્ટ્રીય સંત ચિન્માચાનંદ બાપુ દ્વારા રસપાન કરાવવામાં આવશે.

આ પહેલાં શહેરમાં શોભાયાત્રા- પોથી પાત્રા આવતી કાલે ૨૮મીનાં બપોરે ૧૨:૩૯ કલાકે ગ્રાઉન્ડ પાસેથી નીકળી સુરભી પાર્ક થઇને કલાદર્શન ચાર રસ્તાથી વરડેશ્વર હનુમાન સામે ગ્રાઉન્ડ ઉપર પરત ફરશે. દિપ પ્રાગટ્ટય ૩ વાગે સાધુ ફેંચગ વાસ્તલય સ્વામી, હરીંરાયજી મહારજ, ગુજરાત વિધાન સભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ભા.જ.પા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, નયનકુમારજી, નિત્યાનંદજી, હર્ષદ ઠાભા, મેયર ડૉ.જીગીશાબેન તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

આયોજકોએ આ સંદર્ભે જમાવ્યું હતું કે, વિશ્વશાંતિ અથે સામાજીક એકતા અર્થે તથા વિશેષ ગૌસેવા અને અન્ન બચાવો અભિયાન અર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી માં “અન્ન બચાવો" અભીયાનમાં હજારો લોકો સુધી સંદેશો પહોંચાડવાનું કાર્ય આપ થકી સફળ બન્યું છે. જેથી કેટલાય પરીવારો દ્ધારા સામાજીક પહેલને સપોટ કરયો છે. જેમાં પોતાને ત્યાં થતા પ્રસંગોમાં જરૂરી ભોજન બનાવ્યું અને સંસ્થાઓ થકી આર્થીક બચત, અન્ન બચત, શારીરીક કરવામાં મદદ મળી.

આમ સારાંશે આ ભાગવત કથામાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા કવિ રાહત ઇન્દોરી, ડો. સુનીલ જોગી, દિનેશ ભાવરા, રોહીત ર્શમા, ડો. રજનૌકાંત મિશ્રા, રાષ્ટ્રીય સંત ચિન્મયાનંદના પ્રાગટય દિવસે વડોદરાની પાવન ધરા ઉપર પઘારનાર છે. સાથે વિશિષ્ટ પ્રતિભા સંપન્ન ’વ્યકિતત્વ ધરાવનારને વ્યાસપીઠથી સન્માનિત કરવામાં આવશે.

Similar News