પશ્ચિમ બંગાળ: આજે પાંચ જિલ્લાની 44 બેઠકો પર ચોથા તબક્કાનું મતદાન

Update: 2021-04-10 04:16 GMT

આજે, પશ્ચિમ બંગાળના ચોથા તબક્કામાં 5 જિલ્લાની 44 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. હાવડા જિલ્લાની 8 બેઠકો, દક્ષિણ 24 પરગણા જિલ્લાની 11 બેઠકો, હુગલી જિલ્લાની 11, અલીપુરદ્વારની 5 બેઠકો અને કૂચબહારની તમામ 9 બેઠકો પર મતદાન યોજાશે. 44 બેઠકોમાંથી 8 દલિત બેઠકો, 3 આદિજાતિની અને 33 સામાન્ય બેઠકો છે.

બંગાળના પહેલા ત્રણ તબક્કામાં 91 બેઠકો પર મતદાન થયું છે. ચોથા તબક્કામાં 373 ઉમેદવારો મેદાનમાં છે. આ બેઠકો પર ગત વખતે 80.93 ટકા મતદાન થયું હતું. 2016ની ચૂંટણીમાં ટીએમસીએ 44 માંથી 39 બેઠકો, 2 સીપીએમ, 1 ફોરવર્ડ બ્લોક, 1 ભાજપ અને 1 કોંગ્રેસ જીતી હતી. જ્યારે 2019ની લોકસભાની ચૂંટણીમાં 44 સીટો પર ટીએમસી 25 બેઠકો પર અને ભાજપ 19 સીટોથી આગળ હતી.

બંગાળમાં ચોથા તબક્કાની ચૂંટણી માટે 793 કંપની સેન્ટ્રલ ફોર્સ તૈનાત છે. કોલકાતા અને દક્ષિણ 24 પરગણાની બેઠકો પર 101 કંપની સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સના જવાનો તૈનાત છે. 103 કંપની સેન્ટ્રલ ફોર્સ હાવડા કમિશનરેટ વિસ્તારમાં આવેલી છે. હાવડાના ગ્રામીણ વિસ્તારમાં 37 કંપની સેન્ટ્રલ ફોર્સની હાજરીમાં ચૂંટણી યોજાવાની છે. ઉત્તર બંગાળના અલીપુરદૂર જિલ્લામાં 99 કંપની સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સ તૈનાત છે. જલ્પાઈગુડીમાં 6 કંપની, ડાયમંડ હાર્બરમાં 39 કંપની, બરુઇપુરમાં 45, ચંદનનગર કમિશનેરેટ વિસ્તારમાં 84 કંપનીઓ અને હુગલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 91 કંપની સેંટ્રલ ફોર્સ ચૂટણી માટે કાર્યરત છે. મતદાન સવારે 7 થી સાંજના 6.30 સુધી રહેશે.

Similar News