જે કંઈપણ દિલ્હીમાં થયું, તેને બંગાળમાં થવા દઈશું નહીં : મુખ્યમંત્રી મમતા બેનરજી

Update: 2020-03-04 02:40 GMT

મુખ્યમંત્રી મમતા બેનરજી : બાંગ્લાદેશથી આવેલા તમામ લોકો ભારતીય નાગરિક છે

નાગરિકતા સુધારણા કાયદાને લઈને દિલ્હીમાં

હિંસાનો માહોલ જોવા મળ્યો છે. દેશભરમાં નાગરિકતા સુધારણા કાયદાને લઈને વિવાદો

સર્જાયા છે, આ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, બાંગ્લાદેશથી આવેલા તમામ લોકો

ભારતીય નાગરિક છે, જેમણે

ચૂંટણીમાં મતદાન કર્યું છે. આ લોકોને

ફરીથી નાગરિકતા કરવા માટે અરજી કરવાની કોઈ જરૂર નથી. 

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના વડા મમતા બેનરજીએ એક રેલીમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશથી આવેલા લોકો નાગરિક છે, તેમની પાસે નાગરિકતા છે. તમારે નાગરિકતા માટે ફરીથી અરજી કરવાની જરૂર નથી. સામાન્ય ચૂંટણીમાં મતદાન કરીને વડાપ્રધાન, મુખ્યમંત્રીને બનાવી રહ્યા છે, અને હવે તેઓ કહી રહ્યા છે કે તમે નાગરિક નથી. તેમના પર વિશ્વાસ કરશો નહીં. વધુમાં કહ્યું કે તેઓ એકપણ વ્યક્તિને બંગાળથી બહાર જવા દેશે નહીં. રાજ્યમાં વસવાટ કરી રહેલા કોઈપણ શરણાર્થીને નાગરિકતાથી વંચિત કરવામાં આવશે નહીં. તેમણે દિલ્હી હિંસા મામલે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતા જણાવ્યું હતું કે, ભૂલશો નહીં આ બંગાળ છે. જે કંઈપણ દિલ્હીમાં થયું, તેને અહિયા થવા દઈશું નહીં.

Tags:    

Similar News