“વિશ્વ ચકલી દિવસ” : સુરેન્દ્રનગરના પક્ષીપ્રેમીએ 20થી વધુ ચકલી ઘર બનાવ્યા, 50થી વધુ ચકલીઓની કરે છે સેવા

Update: 2020-03-20 13:04 GMT

આજે 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. હાલમાં દિવસેને દિવસે ચકલી લુપ્ત થતી જાય છે, ત્યારે શહેરી વિસ્તારમાં ચકલી હવે જોવા પણ મળતી નથી, પરંતુ હજી કેટલાય ગ્રામ્ય વિસ્તારમાં ચકલી જોવા મળે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં રહેતા પક્ષીપ્રેમીએ ચકલીઓને રહેવા માટે 20થી વધુ ચકલી ઘર બનાવ્યા છે. નિહાળો અમારો વિશેષ અહેવાલ…

ધ્રાંગધ્રામાં રહેતા લાલજીભાઈ કાવર પોતે પક્ષીપ્રેમી છે. તેઓએ પોતાના ઘરમાં 20થી વધુ ચકલીઓને રહેવા માટે ઘર બનાવ્યા છે. આ ચકલી ઘરમાં 50થી વધુ ચકલીઓ રહે છે. લાલજીભાઈ દ્વારા ચકલીઓ માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. સાથે સાથે સોસાયટીમાં ચકલી ઘર તેમજ તેના ચણ માટેની ડીસનું વિતરણ પણ તેઓ પોતે જ કરે છે. ગરમીના સમયમાં ચકલીઓને તકલીફ ન પડે તે માટે એક શેડ બનાવ્યો છે. ચકલીઓ માટે દરરોજ સવાર સાંજ ચણની વ્યવસ્થા તેમજ તેના માટે પાણીની સુવિધાઓ પણ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી પોતે પોતાના ઘરની અંદર જ આ ચકલીઓને રાખી રહ્યાં છે. જેમાં પાંચ પ્રજાતીની અલગ અલગ ચકલીઓ ઘરમાં રહે છે. લાલજીભાઈ કાવરનું ઉમદા કાર્ય જોઈ સોસાયટીના અન્ય સભ્યો પણ ચકલીઓને સાચવવા માટે તત્પર રહે છે.

Similar News