અરવલ્લી : પગાર માટે લડત ચલાવતા 12 સફાઇ કામદારોની અટક, લાલજી ભગતની અન્ન જળ ત્યાગ કરવાની ચિમકી

Update: 2019-06-11 12:52 GMT

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં સફાઇ કામદારોની હળતાડના આઠમાં દિવસે પોલિસે 12 લોકોની અટક કરી છે. છેલ્લા સાત દિવસથી તેમના પડતર પ્રશ્નો સહિત પગાર મુદ્દે તમામ સફાઇ કર્મીઓ ગાંધીજીના માર્ગે લડત ચલાવી રહ્યા હતાંં. સફાઇ કામદારોનો એજન્સી દ્નારા છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થયો હોવાથી તેઓ હળતાડ પર ઉતર્યા હતાં. જોકે તંત્ર તરફથી કોઈપણ પ્રકારની માંગ સંતોષવામાં નથી આવી. જિલ્લા સેવા સદન કચેરી ખાતે હળતાડમાં જોડાયેલા સફઇ કામદારીને પોલિસે અટકાયત કરીને તમામ ક્રમચારીઓને જૂની જિલ્લા પોલિસ વડાની કચેરી ખતે લઇજવાયા હતા.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="98376,98377,98378,98379"]

મહત્વનું છે કે, અરવલ્લી જિલ્લામાં સફાઈ કામદારોની વિવિધ માંગો ન સંતોષાતા છેલ્લા સાત દિવસથી કલેક્ટર કચેરીએ ધરણાં પર બેસી ગયા હતાં. તેમની મુખ્ય માંગ પગાર સમયસર કરવાની છે, ત્યારે અનેક રજૂઆત અને કલેક્ટરને આવેદન પત્ર આપવા છતાં કોઇ જ કાર્યવાહી ન થતાં સફાઈ કામદારો કલેક્ટર કચેરીએ અચોક્કસ મુતદની હળતાળ પર બેસી ગયા હતાં. વાલ્મિકી સમાજના આગેવાન લાલજી ભગતના જણાવ્યા મુજબ હવે તેઓ ઉગ્ર આંદોલન કરવાની સાથે જ આગામી સમયમાં અન્ન જળનો ત્યાગ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

Similar News