આમોદ : દોરા,ઓચ્છણ અને ઇખર ગામોમાં વીજ ચેકિંગ ધરી રૂપિયા ૧૧ લાખની વીજ ચોરી ઝડપી પાડતી GEB વિજીલન્સ

Update: 2019-01-16 10:47 GMT

ત્રણેય ગામોમાં થઇ કુલ ૬૫૦ વીજ જોડાણોમાં ચકાસણી કરતાં ૩૩ વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાઇ.

ભરૂચના આમોદ તાલુકાના દોરા ઓચ્છણ તથા ઇખર ગામો મળી કુલ ત્રણ ગામોમાં વહેલી સવારે વીજ વિજિલન્સની ૩૦ ટીમો સાથેનો કાફલો ત્રાટકતા ઉપરોક્ત ત્રણેય ગામમાં વહેલી સવારની મીઠી નિંદર માણી રહેલા ગ્રામજનોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="81046,81047,81045,81044,81043"]

પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના દોરા, ઓચ્છણ તથા ઇખર ગામમાં વહેલી સવારે વીજ વિજિલન્સની ત્રીસ જેટલી ટીમોએ પોલીસ કાફલા સાથે સઘન વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. ઉપરોક્ત ત્રણેય ગામોમાં થઇ કુલ ૬૫૦ વીજ જોડાણોમાં ચકાસણી કરતાં ૩૩ વીજ જોડાણોમાં ગેરરીતી જણાઈ આવી હતી. ૩૩ જોડાણોમાં થઇ અંદાજિત ૧૧ લાખની વીજચોરી ઝડપાઇ હતી. પોલીસ કાફલા સાથે ત્રાટકેલી વીજ વિજિલન્સની ટીમોના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરી કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. એકંદરે શાંતિપૂર્ણ રીતે સમગ્ર વીજ ચેકિંગની કામગીરી આટોપાઇ હતી.

Similar News