આમોદના કોઠી વાતરસ ગામ નજીક કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા પરમાર પરિવારનો માળો પીંખાયો

Update: 2017-05-16 11:05 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોઠી વાતરસ ગામ નજીક એક કાર ઝાડ સાથે ભટકતા કારમાં સારવાર દંપતિ સહિત માસુમ બાળકના કરુણ મોત નિપજ્યા હતા,જયારે પાંચ વર્ષીય આર્યન નો બચાવ થયો હતો.

ભરૂચ તાલુકાના કરગટ ગામમાં રહેતા ગૌરાંગ સુરેશભાઈ પરમાર ઉ.વ.36, તેમના પત્ની સેજુબેન ઉ.વ.32 તથા બે બાળકો ઉજ્જવલ ઉ.વ.3 અને આર્યન ઉ.વ.5ના ઓ આમોદના અડવાલા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપીને તારીખ 16મી મે મંગળવારના રોજ સવારે પરત ઘરે જવા માટે નીકળ્યા હતા.

જોકે વિધિની વક્રતા એ હતી કે ગૌરાંગ પરમારનો કારના સ્ટિયરિંગ પરનો કાબુ ન રહેતા કોઠી વાતરસા ગામ નજીક કાર ઝાડ સાથે અથડાય હતી, અને કારમાં સવાર પરમાર પરિવારનો માળો પીંખાયો હતો.

અકસ્માતમાં ગંભીર ઇજાના પગલે ગૌરાંગ પરમાર,તેમના પત્ની સેજુબેન તેમજ 3 વર્ષીય માસુમ પુત્ર ઉજ્જવલના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે આર્યનનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યુ છે.

ઘટના સંદર્ભે આમોદ પોલીસે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ હાથધરી છે.

Similar News