આમોદમાં કેમિકલ ભરેલુ ટેન્કર પલ્ટી ખાતા નાશભાગ

Update: 2017-07-24 07:32 GMT

આમોદ ચાર રસ્તા પાસે કેમિકલ ભરેલુ ટેન્કર પલ્ટી ખાતા સ્થાનિક લોકોમાં નાશભાગ મચી ગઈ હતી.

પાદરા થી અંકલેશ્વર TSC કેમિકલ ભરીને આવતું ટેન્કર આમોદ ચાર રસ્તા પાસે અચાનક પલ્ટી મારી ગયુ હતુ, અને ટેન્કર માંથી કેમિકલનો રસાવ શરુ થતા સ્થાનિકોમાં નાશભાગ મચી ગઈ હતી.

ઘટના અંગેની જાણ આમોદ પોલીસ તેમજ ONGC થતા નગર પાકિલના ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા લાશ્કરો દોડી આવીને ટેન્કર માંથી કેમિકલ લીકેજને અટકાવવાનાં પ્રયાસો શરુ કર્યા હતા. જયારે સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા વાહનવ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જોકે સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાની પહોંચી નહોતી.

 

Similar News