ઓટોમોબાઇલ કંપની જગુઆર લેન્ડ રોવર લોન્ચ કરશે સ્માર્ટફોન!

Update: 2016-05-09 11:29 GMT

વૈશ્વિક સ્તરે વિસ્તરી રહેલા સ્માર્ટફોન માર્કેટમાં ઝંપલાવવા જાણીતી બ્રિટિશ ઓટોમોબાઇલ કંપની જગુઆર લેન્ડ રોવર 2017 સુધીમાં સ્માર્ટ ફોન અને એસેસરીઝ લોન્ચ કરશે.

તે માટે લેન્ડ રોવરે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપની બુલિટ ગૃપ સાથે મળીને સ્માર્ટફોન અને એસેસરીઝ બનાવશે.તાજેતરમાં જગુઆર લેન્ડ રોવરના લાયસન્સિંગ અને બ્રાન્ડેડ ગુડ્ઝના ડાયરેક્ટર લિન્ડસે વિવરે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે બુલિટ ગૃપ સાથે મળીને મોબાઇલ ફોન સેક્ટરમાં લેન્ડ રોવરની ડિઝાઇન અને નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

2017માં જગુઆર લેન્ડ રોવરના સ્માર્ટફોન અને એસેસરીઝ લોન્ચ થશે. જગુઆરનું બ્રાન્ડ નામ અને નવીન ટેક્નોલોજી આ મોબાઇલને કેટલા સફળ બનાવશે તે તો સમય જ કહેશે.

Similar News